શુ શાહરૂખનુ કોઈ સપનું કદી અધુરુ રહ્યુ છે ? તે સુપરસ્ટાર છે, પૈસાની તેને કોઈ કમી નથી અને સમૃધ્ધિના આસમાને પહોંચી રહ્યા છે. આટલુ હોવા છતાં શાહરૂખનુ સ્વપ્ન શુ હોઈ શકે ?
શાહરૂખનુ સપનુ છે એક હોસ્પિટલ ખોલવાનુ. આ વિચાર તેમના મનમાં લાંબા સમયથી છે. શાહરૂખ એ નથી જાણતા કે તેમનુ આ સપનું કેવી રીતે અને ક્યારે પુરૂ થશે. પણ તેને સાકાર જરૂર કરશે.
ફિલ્મ, ટીવી, ક્રિકેટ, જાહેરાતમાં વ્યસ્ત શાહરૂખની પાસે બિલકુલ સમય નથી. શાહરૂખની પત્ની ગૌરીનુ માનવુ છે કે આ સપનુ ત્યારે જ પુરૂ થશે જ્યારે તે બીજી બધી ગતિવિધિઓ બિલકુલ છોડી દે.
જો કે આમ તો શાહરૂખે એક હોસ્પિટલમાં તેમના માઁ ને નામે એક બાળ ચિકિત્સાલય વિભાગ ખોલ્યુ છે. ટૂંક સમયમાં જ તેઓ કેંસરથી પીડિત લોકો માટે પણ એક વોર્ડ ખોલવાના છે. આશા કરીએ કે શાહરૂખનુ આ સપનું જલ્દી પૂરૂ થાય.
|