આ દિવસોમાં બધા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પોતાના દેખાવમાં પરિવર્તન કરી રહ્યા છે. પછી શાહિદ કપૂર કેમ પાછળ રહે ? 'જબ વી મેટ'થી મળેલ સફળતાને શાહિદ કાયમ રાખવા માંડે છે આથી તેઓ પોતાની આવનારી ફિલ્મોને માટે ઘણી મહેનત કરી રહ્યા છે.
શાહીદના પ્રિય નિર્દેશક કેન ઘોષ તેમને લઈને ફિલ્મ બનાવી રહ્યા છે. આ મ્યૂઝિકલ ફિલ્મમાં શાહિદ કદાચ રોક સ્ટારની ભૂમિકા ભજવશે. પોતાના ચરિત્રને થોડુ જુદુ બતાવવા માટે શાહિદ પોતાના દેખાવમાં પરિવર્તન કરી રહ્યા છે.
શાહિદ તેમની હેરસ્ટાઈલ ચેંજ કરવાના છે. પોતાની લગભગ બધી જ ફિલ્મોમાં તેઓ નાના વાળ સાથે જોવા મળ્યા છે. આ ફિલ્મમાં તેઓ લાંબા વાળમાં જોવા મળશે. સાથે જ તેઓ જિમ જઈને પોતાના શરીરને પણ મજબૂત બનાવી રહ્યા છે.
'જબ વી મેટ'ના હિટ થયા પછી શાહીદને ઘણી ફિલ્મોનો પ્રસ્તાવ મળ્યો છે, પણ તેઓ વાર્તા પસંદ આવ્યા પછી જ હા પાડે છે.
|