સલમાન ખાન એકવાર કોઈના પર ગુસ્સે થાય છે તો તેને માફ નથી કરતા. શાહિદ કપૂર અને જોન અબ્રાહમથી સલમાન હજુ પણ નારાજ છે.
થોડા દિવસો પહેલા કેટરીના કેફે શાહિદની સાથે ફિલ્મ સાઈન કરી તો સલમાનને ખૂબ જ ગુસ્સો આવ્યો. એવુ કહેવાય છે કે સલમાને એ ફિલ્મ જ બંધ કરી દીધી, ત્યારે તેમને શાંતિ થઈ.
તાજેતરમાં જ સલમાનની ગર્લફ્રેંડ કેટરીનાએ સલમાનના બીજા દુશ્મન જોનની સાથે એક ફિલ્મ સાઈન કરી છે. સલમાન ફરી ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. તેમણે આ પસંદ નથી કે તેમની ગર્લફ્રેંડ તેમના દુશ્મનોની નાયિકા બને.
સલમાને કેટરીનાને સમજાવી કે તે જોન સાથે ફિલ્મ ન કરે. સફળતાના રથ પર સવાર કેટરીનાએ સલ્લૂ મિયાઁની આ વાત માનવાની ના પાડી દીધી. હવે જોઈએ કે સલમાન શુ કરે છે ?
|