ઋત્વિક રોશન એક વાર ફરી પિતા બની ગયા. ગુરૂવાર એક મે ના રોજ તેમની પત્ની સુજૈને મુંબઈના લીલાગતી હોસ્પિટલમાં સવારે 11 વાગીને 27 મિનિટ પર પુત્રને જન્મ આપ્યો. માઁ અને બાળક બંને સ્વસ્થ છે.
આ ઋત્વિકનુ બીજુ સંતાન છે. તેમનો પહેલો પુત્ર રેહાન દોઢ વર્ષનો છે. ઋત્વિકની ઈચ્છા હતી કે તેમની ઘરે પુત્રીનો જન્મ થાય.
ઋત્વિકે છેલ્લા ઘણા દિવસોથી મુંબઈથી બહાર જવાનુ બંધ કરી દીધુ હતુ કારણકે તેઓ સુજૈનની સાથે આ પળ વિતાવવા માંગતા હતા.
|