પ્રકાશ ઝાની ફિલ્મો વાસ્તવિક્તાની નજીક હોય છે. વર્તમાનમાં ચાલી રહેલી અવ્યવસ્થા પર તેમણે ફિલ્મો દ્વારા પ્રહાર કર્યો છે. હાલ તેઓ પોતાની આગામી ફિલ્મ 'રાજનીતિ'ને માટે કલાકારોની પસંદગી કરી રહ્યા છે.
આ ફિલ્મમાં રણબીર કપૂરને લઈને તેમણે બધાને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ઝા જે પ્રકારની ફિલ્મો બનાવે છે તેમા ચોકલેટી બોય રણબીર ફીટ નથી બેસતા. થોડા દિવસો પહેલા જ તેમણે રણબીરને ફિલ્મની પટકથા સંભળાવી. રણબીરે પટકથા સાંભળતા જ ફિલ્મ માટે હા પાડી દીધી.
સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર ફિલ્મમાં રાજનેતા રાજીવ ગાંઘી સાથે મળતાવડું પાત્ર ભજવવાના છે. રણબીર કપૂરને આ ફિલ્મમાં વિદેશમાં ભણતો બતાવવામાં આવશે અને તે લગ્ન વિદેશી યુવતી સાથે કરશે. જ્યારે તેઓ ત્રીસની ઉંમરે પહોંચશે ત્યારે તેમના પરિવાર પર આપત્તિ આવશે. મુશ્કેલીના સમયે તેઓ પોતાના પરિવારની રાજનીતિનુ સામ્રાજ્ય સાચવશે.
પ્રકાશ ઝા આ પાત્ર માટે કોઈ એવા કલાકારની શોધ કરી રહ્યા હતા જે ચહેરાથી માસુમ દેખાતો હોય. રણબીરમાં તેમણે આ ઝલક જોવા મળી. સૂત્રોના મુજબ તેઓ રણબીરથી એટલા પ્રભાવિત છે કે જો તેઓ આ રોલ માટે ના પાડતા તો તે ફિલ્મ જ બંધ કરી દેતા. આમ તો રણબીરના પ્રિય નેતા પણ રાજીવ ગાંધી છે.
|