મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મલ્લિકાના ડ્રેસને લઈને વિવાદ

IFM
મલ્લિકા શેરાવત મોટાભાગે વિવાદોમાં પડતી રહે છે. તાજેતરમાં તે પોતાની ડ્રેસને કારણે વિવાદમાં અટવાઈ છે. કમલ હસનની મેગા ફિલ્મ 'દશાવતારમ'નુ સંગીત 25 એપ્રિલના રોજ ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

આ કાર્યક્રમમાં મલ્લિકા સિવાય બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને હોલીવુડના એક્શન સ્ટાર જેકી ચેન પણ હાજર હતા. આ કાર્યક્રમનુ સીધુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.

ઓછા કપડાં પહેરવા માટે પ્રસિધ્ધ મલ્લિકા આ કાર્યક્રમમાં મીની સ્કર્ટ પહેરીને આવી હતી, જેનો પાછળનો ભાગ ઘણો ખુલ્લો હતો. આને લઈને લોકોએ આપત્તિ બતાવી.

હિન્દૂ મક્કલ કાંચીના સચિવ એસ આર કનિરાજે મલ્લિકાના વિરુધ્ધ કેસ પણ નોંધાવ્યો. જેમાં કહેવામાં આવ્યુ કે મલ્લિકાએ આપત્તિજનક કપડાં પહેરીને તમિલનાડુના લોકોને માનસિક વેદના પહોંચાડી છે જે તમિલ સંસ્કૃતિનુ અપમાન છે. આ ડ્રેસમા તેઓ તમિલનાડુના મુખ્યમંત્રીની સામે પગ પર પગ ચઢાવી બેઠી હતી, જે શિષ્ટતાનુ પ્રતિક છે. ઈંડિયન પેનલ કોડના સેકશન 294ના મુજબ મલ્લિકા પર કાર્યવાહી થઈ શકે છે.

કેટલાક મહિનાઓ પહેલા 'શિવાજી' ફિલ્મના કાર્યક્રમમાં નાયિકા શ્રેયા સરનને પણ આ પ્રકારની ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. શ્રેયાએ માફી માંગીને વિવાદ બંધ કર્યો હતો.
ઘણું બધુ
ખાવા-પીવાનો હિસાબ
રણબીર કરશે રાજીવ ગાઘીનો રોલ.
ઋત્વિક ફરી પિતા બન્યા
સલમાનનો ગુસ્સો
મે મહિનામાં રજૂ થનારી ફિલ્મો
શાહિદ નવા રૂપરંગમાં