મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમિતાભની સંપૂર્ણ વેબસાઇટની તૈયારી !
PTIPTI

મુંબઇ. બોલીવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, પોતાની સંપૂર્ણ વેબસાઇટ ખૂબ મોટાપાયે લોંચ કરી રહ્યા છે. આ અંગે અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તેની સંપૂર્ણ વેબસાઈટ પર હાલમાં કામગીરી કરવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં જ દૂનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.

બીગ બીએ તેના બ્લોગમાં જણાવ્યું હતું કે, હું હાલમાં બ્લોગ મીડિયમનો આનંદ ઉઠાવી રહ્યો છું. મારી સંપૂર્ણ વેબસાઈટ હાલમાં ઝપક ડોટ કોમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં જ દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.

અભિનેતાએ જણાવ્યું હતું કે મારી વેબસાઈટ તૈયાર કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને તે થોડા સમયમાં જ તૈયાર થઈ જશે. એક કુશળ કર્મચારીઓની ટીમ આ વેબસાઈટ તૈયાર કરી રહી છે અને હું તેમની કામગીરીથી સંતુષ્ટ છું.

તેમણે જણાવ્યું હતું કે, બિગ અદા અને ઝપક સર્વિસ પ્રોવાઈડર્સ છે અને જે રીતે તેઓ મારા બ્લોગને રજૂ કરી રહ્યાં છે તેનાથી મને સંતોષ છે. મને મારી સાઈટ પર બ્લોગ લખવા માટે પૈસા મળતા નથી. મને ફિલ્મો, ટેલિવિઝન, એડમાં કામ કરવાથી પૈસા મળે છે પરંતુ જનતા સમક્ષ મારા અભિપ્રાયો રજૂ કરવાના પૈસા હું લેતો નથી.

અભિનેતાએ જણાવ્યું હતું કે બિગઅદાએ અનિલ અંબાણી ગૃપનું સાહસ છે પરંતુ અંબાણી સાથેના તેમના અંગત સંબંધો અને બીગઅદા સાથેના તેમના જોડાણને કોઈ સંબંધ નથી. હું બીગઅદાનો બ્રાન્ડ એમ્બેસેડર નથી. જ્યાં સુધી મારી વેબસાઈટ તૈયાર ન થાય ત્યાં સુધી હું તેમની સર્વિસનો ઉપયોગ કરી રહ્યો છું તેમ છેલ્લે તેઓએ ઉમેર્યું હતું.
ઘણું બધુ
મલ્લિકાના ડ્રેસને લઈને વિવાદ
ખાવા-પીવાનો હિસાબ
રણબીર કરશે રાજીવ ગાઘીનો રોલ.
ઋત્વિક ફરી પિતા બન્યા
સલમાનનો ગુસ્સો
મે મહિનામાં રજૂ થનારી ફિલ્મો