બોલીવુડમાં હાલ 'ટશન' ને 'આદિત્ય ચોપડાકી આગ' ના નામે ઓળખવામાં આવે છે. ગયા વર્ષે 'રામગોપાલ વર્મા કી આગ' રજૂ થઈ હતી અને જેને વર્ષની સૌથી ખરાબ ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી. એ જ રીતે 'ટશન'ને આ નવુ નામ આપવામાં આવ્યુ છે.
રામ ગોપાલ વર્માનુ કહેવુ છે કે તેમણે હવે આગ ફિલ્મ માટે શુભેચ્છાઓ મળી રહી છે. લોકોના મુજબ 'ટશન' જોયા પછી તેમણે 'આગ' એક ક્લાસિક ફિલ્મ લાગી રહી છે.
બીજી બાજુ કેટલાક લોકોનુ માનવુ છે કે 'આગ' જોયા પછી લાગ્યુ હતુ કે આનાથી ખરાબ ફિલ્મ કદાચ જ કોઈ બનાવશે, પણ આદિત્ય ચોપડાએ આ રેકોર્ડ એક વર્ષમાં જ તોડી નાખ્યો.
આ ફિલ્મને કારણે આદિત્ય ચોપડાની પ્રતિષ્ઠા પર અસર પડી છે. મલ્ટીપ્લેક્સ માલિકો સાથે પણ તેમણે સમજૂતી કરવી પડી. આદિત્ય પણ બધુ ભૂલીને 'રબ ને બના દી જોડી' પર ધ્યાન આપવા માંગે છે, જેમાં શાહરૂખ ખાન હીરો છે. તેઓ આઠ વર્ષ પછી કોઈ ફિલ્મ નિર્દેશિત કરશે.
આદિત્યને માટે 'ચક દે ઈંડિયા' વાળા શિમીત અમીન પણ ફિલ્મ બનાવવાના છે. જાણવા મળ્યુ છે કે યશરાજ ફિલ્મ્સ ક્રિકેટ પર આધારિત એક ફિલ્મ પણ બનાવશે, જેની પટકથા લખવામાં આવી રહી છે. જેમા રાણી મુખર્જી ક્રિકેટ રમતી જોવા મળશે.
|