મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાહરૂખે 'રોબોટ' કેમ છોડી ?

IFM
'રોબોટ' ફિલ્મને લઈને નિર્દેશક શંકર અને શાહરૂખ ખાન વચ્ચે મતભેદ થયો હતો અને તેમણે સાથે કામ નહી કરવાનુ નક્કી કરી લીધુ હતુ. શુ મતભેદ થયો, તે સ્પષ્ટ નહોતુ કરવામાં આવ્યુ. પણ હવે તેનુ કારણ જાણવા મળ્યુ છે.

સ્પેશ્યલ ઈફેક્ટનુ 'રોબોટ' ફિલ્મમાં મહત્વપૂર્ણ સ્થાન છે. શાહરૂખની ઈચ્છા હતી કે સ્પેશલ ઈફેક્ટસનુ કામ તેમના એસએફએક્સ સ્ટુડિયોમાં કરવામાં આવે, પણ શંકર તે માટે રાજી નહોતા.

તેઓ ચેન્નઈમાં સ્પેશ્યલ ઈફેક્ટસનુ કામ કરવા માંગતા હતા. સ્પેશ્યલ ઈફેક્ટસમાં લગભગ 6 મહિનાનો સમય લાગે તેમ હતો અને શંકર આટલા સમય સુધી મુંબઈ રહેવા નહોતા માંગતા.

ફિલ્મનું નિર્માણ શાહરૂખ પોતાના બેનર હેઠળ કરી રહ્યા હતા. નિર્માતા હોવાને કારણે શાહરૂખ જીદે ચઢી ગયા કે કામ તેમની ઈચ્છા મુજબ થશે. નિર્દેશનમાં શંકરનુ પણ નામ મોટુ છે. બંનેમાંથી કોઈ માનવા તૈયાર નહોતુ. જ્યારે કોઈપણ નિર્ણય પર એકમત ન થયા તો બંને જુદા થવામાં ભલાઈ સમજી.

પછી શંકરે આ ફિલ્મ રજનીકાંતની સાથે શરૂ કરી દીધી. આ ફિલ્મમાં રજનીકાંતની નાયિકાના રૂપમાં એશ્વર્યા રાય જોવા મળશે.
ઘણું બધુ
ઈમરાનનુ ક્રિકેટ જ્ઞાન
13 સુંદરીઓ વચ્ચે ખેલાડી કુમાર
આદિત્ય ચોપડાની આગ
અમૃતા રાવનો હોલીવુડ પ્રેમ
અમિતાભની સંપૂર્ણ વેબસાઇટની તૈયારી !
મલ્લિકાના ડ્રેસને લઈને વિવાદ