આઈપીએલમાં ફિલ્મી કલાકારોનો સમાવેશ થવો ચાલુ છે. રિયા સેન પણ આઈપીએલની અધિકૃત વેબાસાઈટની બ્રાંડ દૂત બની ગઈ છે.
રિયાનુ કહેવુ છે કે તેઓ પોતાની આ નવી ભૂમિકાથી ઘણી ખુશ છે. તે આઈપીએલની ઉદ્ઘાટન મેચમાં હાજર હતી અને આઈપીએલના આયોજકો સાથે તેમના સારા સંબંધ છે.
વેબસાઈટની બ્રાંડ દૂત હોવાને કારણે રિયાને ઓછામાં ઓછી પાંચ મેચ દરમિયાન સ્ટેડિયમ પર હાજર રહેવુ પડશે અને ખેલાડીઓ સાથે વાતચીત કરી પોતાના વિચારોને વેબસાઈટ પર આપવા પડશે. રિયા ક્રિકેટની શોખીન છે અને આ સ્પર્ધાને વધુમાં વધુ મેચમાં જોવા માંગે છે. રિયા કલકત્તાની રહેનારી છે તેથી કલકત્તા નાઈટ રાઈડર્સ તેમની પસંદગીની ટીમ છે.
|