મુંબઇ. આદિત્ય ચોપરા દિગ્દર્શિત યશરાજ ફિલ્મ "રબને બના દી જોડી"ની હિરોઈન બેંગ્લોરની 19વર્ષની મોડેલ અનુશ્કા શર્મા છે, જેનો મુખ્ય અભિનેતા શાહરુખ ખાન રહેશે. યશ ચોપરા કહે છે કે, "પંજાબના નાના શહેરનું પ્રતિનિધિત્વ કરે એવી યુવતીની તલાશમાં અમે હતા, આખરે અનુશ્કામાં અમને એ વાત મળી. એણે અગાઉ અભિનય નથી કર્યો પણ એનામાં એક આગવો સ્પાર્ક છે, જે તેને શાહરુખની સામે પણ ઊભી રાખી શકે છે,’’ યશ ચોપરાએ વધુમાં કહ્યું કે, 16મી મેથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે અને 12મી ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે. એક જ વર્ષમાં અનુશ્કાને બીજી વાર આવી મોટી તક મળી છે. અનુશ્કા શર્માએ વેંડ્લ રોડિર્ગ્સના શો બાદ સિલ્ક અને સાઈન, વ્હિસ્પર અને ફિયાટ પાલિયોની જાહેરાતમાં કામ કર્યું છે. "ચક દે ઈન્ડિયા" અને "ઓમ શાંતિ ઓમ" બાદ આ શાહરુખની સતત ત્રીજી ફિલ્મ છે, જેમાં એ નવોદિત અભિનેત્રી સાથે જોવા મળવાનો છે. અનુશ્કા શર્મા પ્રોફાઇલ - ઈકોનોમિકસમાં ડિગ્રીનો અભ્યાસ કરતી અનુશ્કા ઘણી જાણીતી જહેરાતોમાં ચમકી ચૂકી છે. ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી જ હિરોઈન વિશે જાતજાતની અટકળો થઈ રહી હતી. હવે આ બધા અટકળોનો અંત અનુશ્કામાં આવ્યો છે.
|