મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેફને જોઈએ વીસ કરોડ રૂપિયા !

IFM
કોઈ પણ ફિલ્મ સફળ થાય છે તો તેમાં કામ કરનારા કલાકારોની વચ્ચે શ્રેય લેવાની હોડ લાગી જાય છે, પણ જો ફિલ્મ ફ્લોપ થાય તો બધા એકબીજાને દોષ આપે છે. આ બોલીવુડની જૂની પરંપરા છે. સેફ અલીખાન પણ બોલીવુડનો જ એક ભાગ છે અને તે પણ આવુ જ વિચારે છે.

'રેસ'ને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી તો સેફે બધો શ્રેય પોતે લઈ લીધો સેફ આ ભ્રમમાં જીવવા લાગ્યા કે 'રેસ' તેમને કારણે જ સફળ થઈ છે. 'ટશન' જ્યારે બધી રીતે ફ્લોપ થઈ ગઈ તો સેફે હાથ ઉપર કરી લીધા.

'રેસ' સફળ થતાં જ સેફ અલી ખાને પોતાની કિમંત વધારી લીધી, પણ 'ટશન' ફ્લોપ જતા તેમણે પોતાની પ્રાઈસ ઓછી કરવા અંગે વિચાર્યુ પણ નહી.

છેલ્લા કેટલાક દિવસોથી એક પ્રસિદ્ધ નિર્દેશક જેમની ફિલ્મ દ્વારા સેફ અલીનુ કેરિયર ચમકી ઉઠ્યુ હતુ, સેફને સાઈન કરવા પહોચ્યા. સેફે વાર્તા સાંભળી અને તેમને ગમી પણ ખરી. તે નિર્દેશક તો ઘણા ખુશ થયા કે સેફ તેમના અહેસાનમંદ છે.

વાત જ્યારે પૈસાની આવી તો સેફે જે કીમંત માંગી તે સાંભળીને નિર્દેશક મહાશય તો ચક્તિ થઈ ગયા. સેફે વીસ કરોડ રૂપિયા માંગી લીધા. સેફની આ કિમંત સાંભળી નિર્દેશકને ઉંડો આઘાત લાગ્યો.

આ આઘાતમાંથી બહાર આવતા તેમને બે-ત્રણ દિવસ લાગ્યા. સેફે તેમને ફોન લગાવીને પૂછ્યુ કે શૂંટિંગ ક્યારથી શરૂ કરવાની છે. નિર્દેશકે કહ્યુ કે માફ કરજો છોટે નવાબ, મેં બીજા હીરોની શોધ શરૂ કરી દીધી છે.
ઘણું બધુ
શાહરૂખ ફરી નવી હિરોઇન સાથે દેખાશે
રિયા પણ આઈપીએલમાં
શાહરૂખે 'રોબોટ' કેમ છોડી ?
ઈમરાનનુ ક્રિકેટ જ્ઞાન
13 સુંદરીઓ વચ્ચે ખેલાડી કુમાર
આદિત્ય ચોપડાની આગ