મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દોસ્ત દોસ્ત ના રહા
ડીનો અને લારાની વચ્ચે રોમાંસ

IFM
લારા દત્તાના એક્સ બોયફ્રેંડ કેલી દોરજી અને ડીનો મોરિયા ખૂબ જ સારા મિત્રો છે. મુંબઈમાં પોતના શરૂઆતી દિવસોમાં કેલી, ડીનોના ઘરે જ રોકાયા હતા. ત્યારબાદ જયારે કેલીને લારા સાથે પ્રેમ થયો થયો તો તે લારાના ઘરે શિફ્ટ થઈ ગઈ. તેમ છત બંનેની દોસ્તીમાં કોઈ ફરક ન આવ્યો.

કેલીના દ્વારા લારા પણ ડીનોની ખૂબ સારી મિત્ર બની ગઈ. લારા અને કેલીનો રોમાંસ વર્ષો ચાલ્યો. કેટલાક મહિના પહેલા જ્યારે બંને વચ્ચે તકરાર થતા તેમણે છુટા પડવાનો નિર્ણય લીધો તો કેલીને લારાનુ ઘર છોડવુ પડ્યુ. પ્રેમિકા દ્વારા ઠુકરાવવામાં આવ્યા પછી કેલીને એક વાર ફરી પોતાના મિત્રની યાદ આવી. ડીનોએ કેલીને થોડા દિવસો સુધી પોતાની ઘરે રહેવા દીધો અને તેનુ દુ:ખ ઓછુ કરવામાં મદદ કરી. બંને જણાએ મળીને ફિલ્મ પ્રોડક્શન કંપની ખોલવાનો વિચાર પણ કર્યો.

ડીનોએ પોતાના મિત્રો સાથે મળીને લારા અને કેલી વચ્ચે મેળ કરાવવાના પ્રયત્નો પણ કર્યા, પણ બંને આ માટે તૈયાર ન થયા. આ દરમિયાન એવા સમાચાર સાંભળવા મળ્યા કે ડીનો અને લારા વચ્ચે રોમાંસ શરૂ થયો છે. આ વાત કોઈ માનવા તૈયાર નહોતુ કારણકે ડીનો અને કેલી બહુ જ સારા મિત્રો છે.

થોડા દિવસો પહેલા એક પુરસ્કાર સમારંભમાં લારા અને કેલી એક સાથે જોવા મળ્યા. તેમનો પરસ્પર વ્યવ્હાર આ વાતને બતાવી રહ્યા હતા કે તેઓ બંને એકબીજાને પ્રેમ કરવા માંડ્યા છે. લારા અને ડીનોએ હવે ચોરી ચોરી મળવાનુ બંધ કરી દીધુ છે.
P.R

જોવા જઈએ તો આ પ્રકરણમાં ભૂલ કોઈની નથી લારાએ કેલીથી જુદા થયા પછી ડીનોને પ્રેમ કર્યો. ડીનોએ પણ આવુ જ કર્યુ. કેલીએ પ્રેમિકા પણ ગુમાવી અને મિત્ર પણ ગુમાવી દીધો.

લારાથી તો તે જુદા થયા જ હતા પણ તેમણે આ વાતનુ જરૂર દુ:ખ થયુ હશે કે તેમના મિત્રએ તેમની એક્સ પ્રેમિકા સાથે સંબંધ જોડી લીધો. આ સમયે તેમણે 'સંગમ' નુ ગીત જરૂર યાદ આવી રહ્યુ હશે. 'દોસ્ત દોસ્ત ના રહા'. ત્રિકાણાત્મક પ્રેમકથા ફિલ્મોમાં જ નહી જીંદગીમાં પણ જોવા મળછે.
ઘણું બધુ
સેફને જોઈએ વીસ કરોડ રૂપિયા !
શાહરૂખ ફરી નવી હિરોઇન સાથે દેખાશે
રિયા પણ આઈપીએલમાં
શાહરૂખે 'રોબોટ' કેમ છોડી ?
ઈમરાનનુ ક્રિકેટ જ્ઞાન
13 સુંદરીઓ વચ્ચે ખેલાડી કુમાર