દીપિકા પાદૂકોણ અફવાઓથી ત્રાસી ગઈ છે. 'ઓમ શાંતિ ઓમ' રજૂ થયા પછી તે હવે સેલિબ્રિટી બની ગઈ છે અને તેને હવે સમજાઈ ગયુ છે કે સેલિબ્રિટી બનવાના ઘણા લાભ મળે છે તો થોડુ નુકશાન પણ થાય છે.
થોડા દિવસોથી આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા છે કે દીપિકા અને તેમના નવા બોયફ્રેંડ રણબીર કપૂરની વચ્ચે બ્રેકઅપ થઈ ગયો છે. દીપિકાને સમજાતુ નથી કે આ વાત ક્યારે અને કેવી રીતે ફેલાઈ ગઈ ? તેમણે આ વાતનુ ખંડન કરી સ્થિતિ સ્પષ્ટ કરી.
પહેલા જ તો બંને એકસાથે સમય વિતાવી શકતા નથી કારણકે બંને ઉભરતા કલાકાર છે અને ખૂબ જ વ્યસ્ત છે. શૂટિંગ કરવા સિવાય રણબીર અને દીપિકા કેવી રીતે મળે એ જ વિચારતા રહે છે.
દીપિકાએ જ્યારથી બોલીવુડમાં પગ મૂક્યો છે ત્યારથી તે અફવાઓનુ કેન્દ્ર બની છે. તેમના અભિનયની ઓછી અને લવ લાઈફની ચર્ચા વધુ થઈ છે. ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહ સાથે તેમની નિકટતા વિષે ઘણુ લખવામાં આવ્યુ. આગ વગર ધુમાડો નીકળતો નથી એ વાત પર પણ દીપિકાએ ધ્યાન આપવુ જોઈએ.
|