મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શિમિત અમીનની ફિલ્મમાં હવે રણબીર

IFM
એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે 'ચક દે ઈંડિયા' ની સફળતા પછી શિમિતની આગામી ફિલ્મમાં પણ શાહરૂખ ખાન જોવા મળશે, પણ શિમિતે યુવા રણબીર કપૂરને પ્રાથમિકતા આપીને સૌને ચોકાવી દીધા.

'ચક દે ઈંડિયા'ની સફળતા પછી શિમિતનુ સંપૂર્ણ ધ્યાન પોતાની આગામી ફિલ્મની તૈયારીઓમાં હતુ. ચક દેની સફળતા પ્છી શિમિત પાસેથી દર્શકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે, તેથી તેઓ ઉતાવળમાં કોઈ ખોટુ પગલુ ઉઠાવવા નથી માંગતા.

આ ફિલ્મ પણ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનશે. સાંભળવા મળ્યુ છે કે શિમિતની આ ફિલ્મના નાયકને સરદારના રૂપમાં બતાવવમાં આવશે. એટલે કે રણબીર સરદારના રૂપમાં જોવા મળશે.

રણબીરની આ યશરાજ ફિલ્મ્સની સાથે બીજી ફિલ્મ હશે. તેઓ આ બેનરની 'બચના એ હસીનો' પણ કરી રહ્યા છે, જેનુ શૂટિંગ યૂરોપમાં ચાલી રહ્યુ છે. સિધ્ધાર્થ આનંદ આ ફિલ્મનુ નિર્દેશન કરી રહ્યા છે.

આ વર્ષે રજૂ થનારી ફિલ્મ 'સિંહ ઈઝ કિંગ્સ'માં અક્ષય કુમાર પણ સરદારના રૂપમાં જોવા મળશે.
ઘણું બધુ
દીપિકા કંટાળી અફવાઓથી
સ્ટંટ ખેલાડી : થોડા અનાડી
દોસ્ત દોસ્ત ના રહા
સેફને જોઈએ વીસ કરોડ રૂપિયા !
શાહરૂખ ફરી નવી હિરોઇન સાથે દેખાશે
રિયા પણ આઈપીએલમાં