મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પદ્મશ્રીનો શ્રેય દર્શકોને પણ છે - માધુરી દીક્ષિત
જન્મ દિવસ વિશેષ

IFM
વર્ષ 1984માં 'અબોધ'માં નાનકડી ભૂમિકાથી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી માધુરી દીક્ષિતે તે સમયે વિચાર્યુ પણ નહોતુ કે એક દિવસ તેના અભિનય માટે તેને પદ્મશ્રીથી સન્માન કરવામાં આવશે. પોતાની કળાને માટે પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર નૂતન, મધુબાલા અને મીના કુમારીની શ્રેણીમાં આવી ગઈ છે, કારણકે તેના પહેલા હિન્દી ફિલ્મ જગતની આ જ ત્રણ અભિનેત્રીઓને આ પ્રતિષ્ઠિત અલંકરણ પ્રદાન કરવામાં આવ્યુ છે.

માધુરીની ફોટોગેલેરી જોવા માટે ક્લિક કરો.
15 મે 1967માં મુંબઈમાં જન્મેલી માધુરી દીક્ષિતે જણાવ્યુ કે પદ્મશ્રી સન્માન મળવાથી તેમનો અભિનય સાચે જ ધન્ય થઈ ગયો છે.

તેમણે જણાવ્યુ કે તે પોતાના ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહી છે પણ આ પુરસ્કારનો સાચો શ્રેય નિર્માતા, નિર્દેશકો ને પણ જાય છે જેમણે તેમણે પોતાની ફિલ્મોમાં એક અભિનેત્રીનુ કામ આપ્યુ.

માધુરીએ કહ્યુ કે આ ઈનામનુ શ્રેય દર્શકોને પણ જાય છે જેમને તેમના અભિનયને પસંદ કર્યો અને તેમણે મોટી અભિનેત્રીના રૂપમાં સ્વીકાર કરી.

ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા બાદ અમેરિકામાં વસી ચૂકેલી માધુરીને ચાર વાર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રૂપમાં ફિલ્મફેયર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

એક સમય એવો હતો કે જ્યારે માધુરીની હાજરી ફિલ્મની સફળતાની ગેરંટી માનવામાં આવતી હતી અને તેમને સાધારણ સ્ટોરીવાળી કેટલીય ફિલ્મોને ફક્ત પોતાના અભિનયના દમ પર સફળ ફિલ્મોની શ્રેણીમાં લાવીને મૂકી.

માધુરીનપ્રશંસ

માધુરીના અભિનયના પ્રશંસકઅનેક છે પણ કેટલાક નામ એવા છે જેમણે માધુરીના અભિનયનુ સન્માન કરવા માટે પોતાના તરફથી પણ પ્રયાસો કર્યા. એવા લોકોમાં મશહૂર ચિત્રકાર એમ એફ હુસૈનનુ નામ લઈ શકાય છે. હુસેને માધુરીની 'હમ આપકે હૈ કોન' ફિલ્મ 50 વાર જોઈ અને આ 'ધક ધક ગર્લ'ના પ્રત્યે પોતાની દીવાનગી પ્રદર્શિત કરવા માટે તેમણે 'ગજગામિની' બનાવી.

માધુરીનખાફિલ્મ

ડાંસિંગ ક્વીન તરીકે ઓળખાતી માધુરી દીક્ષિતને તેનુ શરૂઆતી ફિલ્મી યાત્રામાં 'અબોધ', 'સ્વાતી', 'હિફાજત', 'ઉત્તર દક્ષિણ', 'આવારા બાપ', 'મોહરે' અને 'ખતરો કે ખેલાડી' જેવી ફિલ્મોથી તો કોઈ ખાસ સફળતા નથી મળી, પણ 1988માં આવેલી ફિલ્મ 'તેજાબ' દ્વારા તેમની સફળતાને ચાર ચાઁદ લાગાવી દીધા.

ત્યારબાદ માધુરીએ પાછા વળીને નથી જોયુ અને 'રામ લખન', 'ત્રિદેવ', 'ખલનાયક', 'દિલ', 'બેટા', હમ આપકે હૈ કોન ?', 'દિલ તો પાગલ હૈ', 'હમ તુમ્હારે હે સનમ, અને દેવદાસ જેવી ફિલ્મો તેમણી સફળ ફિલ્મો છે.

માધુરીને જ્યાં ફિલ્મ 'દિલ', 'બેટા', અને 'હમ આપકે હૈ કોન' અને 'દિલ તો પાગલ હૈ' ને માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના રૂપમાં ફિલ્મ ફેયર એવોર્ડ મળ્યો ત્યાં બીજી બાજુ તેમને 'દેવદાસ' માં સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના રૂપમાં ફિલ્મ ફેયર પુરસ્કાર મળ્યો.

ગયા વર્ષે તેમની ફિલ્મ 'આજા નચ લે' ફિલ્મને કોઈ ખાસ સફળતા ન મળી, પરંતુ દિયા નામની નાયિકા દ્વારા તેમણેઆ ફિલ્મમાં દર્શકોના દિલ પર છાપ જરૂર છોડી. તેમની આ ફિલ્મ દ્વારા એ પણ લાગ્યુ કે નિર્માતા નિર્દેશક 40 વર્ષની વયમાં પણ માધુરીને એક નાયિકાના રૂપમાં લેવા તૈયાર છે.
ઘણું બધુ
અક્ષયનું ડોકટરેટની પદવીથી બહુમાન-કેનેડા
ભેટમાં 'જન્નત'
બૂના બનશે સલમાનની નાયિકા
પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો
શિમિત અમીનની ફિલ્મમાં હવે રણબીર
દીપિકા કંટાળી અફવાઓથી