15 મે 1967ના રોજ જન્મેલી માધુરી દીક્ષિતે આજે પોતાના જીવનના 41 વર્ષ પૂરા કરી રહી છે. આ વર્ષે માધુરીને પોતાના જન્મદિવસની ભેટ થોડાક દિવસો પહેલા જ મળી ગઈ જ્યારે તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી.
'અબોધ' જેવી સાધારણ ફિલ્મથી પોતાનુ કેરિયર શરૂ કરનારી માધુરીને શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડ્યો, પણ 'તેજાબ'ની સફળતા પછી તેમની ગણતરી સફળ નાયિકાઓમાં થવા માંડી.
માધુરીની ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો
તે સમયે શ્રીદેવી નંબર વન હીરોઈન મનાતી હતી પરંતુ માધુરીએ ધીરે ધીરે આ સિંહાસન પર કબજો મેળવી લીધો. આ સિંહાસન પર તે 'દેવદાસ' સુધી બિરાજેલી રહી અને ત્યારબાદ તેણે સ્વેચ્છાથી આ પદ છોડી દીધુ.
આ દરમિયાન નવી હીરોઈનો આવી અને ગઈ, પણ કોઈ પણ આ સિંહાસન પર ન બેસી શક્યુ. માધુરી દીક્ષિતને બોલીવુડની આખરી નંબર વન નાયિકા માની શકાય છે, જેને જોવા દર્શકો તૂટી પડતા હતા. 'આજા નચ લે'(2007) દ્વારા તેમણે પાછા ફરવાના પ્રયત્નો કર્યા પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ નથી બતાવી શકી. ચાલીસ પાર થવા છતા માધુરીની સાથે કેટલાય નિર્દેશક ફિલ્મ બનાવવા માંગે છે, પરંતુ મધુરી પોતાના બાળકો પર ધ્યાન આપવા માંગે છે. અમેરિકામાં ઘર હોવાને કારણે પણ તેમણે મુશ્કેલી આવે છે. એવુ જાણવા મળ્યુ છે કે તે યશરાજ ફિલ્મ્સની એક ફિલ્મ કરવાની છે.
પદ્મશ્રીનુ શ્રેય દર્શકોને પણ જાય છે - માધુરી
|