મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાહિદ-વિદ્યાનુ કિસ્મત કનેક્શન  Search similar articles

IFM
અજીજ મિર્જાએ જ્યારે પોતાની ફિલ્મ 'કિસ્મત કનેક્શન'ને માટે શાહિદ કપૂર અને વિદ્યા બાલનની જોડી પસંદ કરી તો ઘણા લોકોએ અજીજની આ પસંદગીને ખોટી બતાવી. તેમના મુજબ પડદા પર વિદ્યાની સામે શાહીદ નાના દેખાશે.

અજીજે કહ્યુ કે તેમણે બંનેને એકસાથે ઉભા કરીને જોયા છે અને તેમણે આવુ કશુ જણાયુ નહી. આ જોડી પડદા પર કેવી દેખાશે એ તો ફિલ્મ રજૂ થયા પછી જ ખબર પડશે, પણ આ સમયે તો શાહિદ અને વિદ્યા રીયલ લાઈફ જોડીના રૂપમાં ચર્ચિત થઈ રહ્યા છે.

આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે સારી મૈત્રી થઈ ગઈ. કરીનાથી જુદા પડ્યા પછી શાહિદને એક મિત્રની જરૂર હતી અને વિદ્યાના રૂપમાં તેમને એક સારો દોસ્ત મળી ગયો છે. જેમ જેમ ફિલ્મનુ શૂટિંગ આગળ વધ્યુ તેમ તેમ તેમની મૈત્રી ગાઢ થતી ગઈ.

શાહિદનુ નામ ટેનિસ સુંદરી સાનિયા મિર્જાની સાથે પણ જોડાયુ અને વિદ્યાની સાથે પણ. અમૃતા રાવનુ નામ પણ શાહિદ સાથે સાંભળવા મળ્યુ હતુ, પણ વિદ્યાના પ્રત્યે શાહિદ થોડા વધુ ગંભીર છે.

આ ફિલ્મનુ મોટાભાગનુ શૂટિંગ ભારતની બહાર થયુ. ત્યાંથી બંને વચ્ચેના રોમાંસ વિશે સમાચાર મળતા રહ્યા. આઉટડોર શૂટિંગમાં એક સાથે સમય ગાળવાની તક વધુ મળે છે. સેફ અને કરીના પણ 'ટશન'ના લાંબા શૂટિંગ માટે ભારત બહાર ગયા હતા. આટલો સમય કરીનાને શાહિદ પાસેથી છીનવી લેવા સેફ માટે પૂરતો હતો.

ભારત આવ્યા પછી પણ વિદ્યા અને શાહિદનુ મળવાનુ ચાલુ રહ્યુ. કેટલીય વાર બંને એકસાથે જોવા મળ્યા. થોડા દિવસો પહેલા મુંબઈમાં વિદ્યા ફિલ્મનુ શૂટિંગ કરી રહી હતી. થોડાક અંતરે શાહિદનુ પણ શૂટિંગ ચાલી રહ્યુ હતુ. જેવો લંચ સમય થયો કે, શાહિદ પહોંચી ગયો વિદ્યાની પાસે.

વિદ્યાને શાનદાર લંચ કરાવવા માટે તે પંચસિતારા હોટલમાં લઈ ગયો. બરાબર ત્રણ કલાક પછી તેઓ શૂંટિંગ કરવા પાછા ફર્યા. નિર્દેશક અને યૂનિટના સભ્યો પાસે રાહ જોયા વગર કોઈ ઉપાય નહોતો.

શાહિદ અને વિદ્યાનુ કહેવુ છે કે તેઓ ફક્ત સારા મિત્રો છે. બોલીવુડના બધા કલાકારો શરૂઆતમાં આવુ જ કહે છે, પણ પછી તેમની દોસ્તી પ્રેમમાં બદલાય જાય છે. ક્યાંક એવુ ન થઈ જાય કે 'કિસ્મત કનેક્શન'નુ શૂટિંગ કરતા કરતા તેમની કિસ્મત જ પરસ્પર મળી જાય.
ઘણું બધુ
હેપી બર્થ ડે માધુરી
પદ્મશ્રીનો શ્રેય દર્શકોને પણ છે - માધુરી દીક્ષિત
અક્ષયનું ડોકટરેટની પદવીથી બહુમાન-કેનેડા
ભેટમાં 'જન્નત'
બૂના બનશે સલમાનની નાયિકા
પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો