રાજકુમાર હીરાની મુન્નાભાઈ સીરિજની આગળની ફિલ્મ બનાવવા માંગતા હતા, પણ સંજય દત્ત વારંવાર જેલ જાય છે તે કારણે તેમણે પોતાની યોજના બદલી નાખી. હવે તે 'થ્રી ઈડિયટ્સ' બનાવી રહ્યા છે. હાલ તો આ નામ કામચલાઉ છે અને પછી આને બદલી પણ શકાય છે.
હીરાનીની પટકથા તૈયાર છે, પણ કલાકારોને પસંદ કરવામાં તેમણે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તે આ ફિલ્મ શાહરૂખને લઈને બનાવવા માંગતા હતા, પણ તારીખોને કારણે શાહરૂખ આ ફિલ્મ ન કરી શક્યા. તે મુન્નાભાઈ પણ શાહરૂખને બનાવવા માંગતા હતા, પણ તે સમયે શાહરૂખના ઓપરેશનને કારણે તે ફિલ્મ ન કરી શક્યા અને પછી આ ભૂમિકા સંજય દત્તે ભજવી.
શાહરૂખ પાસેથી નિરાશ થઈને હીરાની ગયા આમિર ખાનની પાસે. આમિરે સમજી-વિચારી ફિલ્મમાં કામ કરવા માટે હા પાડી દીધી. નાયિકાના રૂપમાં હીરાનીની પહેલી પસંદ કાજોલ હતી. કાજોલને ફિલ્મની વાર્તા ખૂબ ગમી, પણ તેમણે લાગ્યુ કે જે ભૂમિકા તેણે ભજવવા મળી રહી છે, તેમાં તે ફીટ નહી બેસી શકે.
કાજોલે ના પાડ્યા પછી હીરાનીને હાલની પ્રખ્યાત નાયિકા કરીનાનો વિચાર આવ્યો. આમિરની સાથે કામ કરવુ એ કરીનાનુ એક સપનું હતુ, તેણે તરત જ હા પાડી દીધી.
બે સહકલાકારોની પણ જરૂર હતી. કેટલાય નામો પર વિચાર કરવામાં આવ્યો, અને છેવટે શરમન જોશી અને આર. માધવનને પસંદ કરવામાં આવ્યા. આ રીતે હીરાનીને પણ ઈડિયટ્સ મળી ગયા. હંમેશાની જેમ બોમન ઈરાની પણ હીરાનીની ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનુ શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાની શક્યતા છે.
|