મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
61માં કાંસ ફિલ્મ ઉત્સવમાં એશ-અભિ છવાયા  Search similar articles
કાંસમાં દેખાડવામાં આવશે સાત ભારતીય ફિલ્મો
PTI

કાંસ. બોલીવૂડ બ્‍યુટી કવીન ઐશ્વર્યા બચ્ચન અને તેનાં પતિ અભિષેક બચ્‍ચન 61માં કાંસ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં છવાઈ ગયા હતાં. અહીં ફિલ્‍મ "બ્લાઇંડનેસ"નાં યોજાયેલા પ્રીમીયરમાં બોલીવૂડનાં સૌથી ચર્ચાસ્‍પદ અને હોટ કપલ સાથે મીલેનીયમ મેગાસ્‍ટર અમિતાભ બચ્‍ચને પણ હાજરી આપી હતી. ઐશ્વર્યા રાય બચ્‍ચન 2002નાં વર્ષથી દર વર્ષે કાંસ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં અચુક હાજર રહે છે.

બુધવારથી શરૂ થઇ રહેલા કાન ફિલ્મોત્સવમાં સદાબહાર અભિનેતા દેવાનંદ અભિનીત 'ગાઇડ', એશ્વર્યા રાય તેમજ અભિષેક બચ્ચનની ફિલ્મ 'ગુરૂ', સંજય દત્તની 'લગે રહો મુન્નાભાઇ' અને ભાવના તલવાર નિર્દેશિત 'ધર્મ' સહિત કુલ સાત ભારતીય ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.

તમામ ફિલ્મો 19મી અને 20મી મેના રોજ ઓલ સિનેમાજ ઓફ ધ વર્લ્ડ નામના કાર્યક્રમના દ્વારા દેખાડવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સર્ગે સાબ્જસિકીએ જણાવ્યું હતું કે, ભારતને ખાસ રીતે આ કાર્યક્રમના માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ વર્ષે ભારતની આઝાદીની સાથો-સાથ કાન ફિલ્મોત્સવના પણ 60 વર્ષ પૂરા થયા છે.

આ ફિલ્મોત્સવમાં દેખાડવામાં આવનાર અન્ય ફિલ્મોમાં સાયરા(મલયાલમ), વેયિલ(તલિમ), દોસર(બંગાળી), અને મિસ્ડ કોલ(અંગ્રેજી)નો સમાવેશ થાય છે. આ ઉત્સવની શરૂઆત બુધવારે વાંગ કાર વાઇની ફિલ્મ 'માઇ બ્લૂબરી નાઇટ્સ'થી થઇ. તેમાં ગાયક નોર જોંસની મુખ્ય ભૂમિકા છે. નોરા જોંસ પ્રખ્યાત સિતાર વાદક પંડિત રવિશંકર મહારાજની દિકરી છે. આ ગાયકાને 2003માં ગ્રૈમી સંગીત પુરસ્કારોમાં 8 એવોર્ડ સન્માન મળ્યા હતા.

27મી મે સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગુરૂ ફિલ્મના કલાકારો બોલીવૂડ બ્‍યુટી કવીન ઐશ્વર્યા બચ્ચન અને તેનાં પતિ અભિષેક બચ્‍ચન 61માં કાંસ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં છવાઈ ગયા હતાં.
ઘણું બધુ
મળી ગયા ત્રણ ઈડિયટ્સ
શાહરૂખ મારો કૂતરો છે - આમિર ખાન
ફરી જોવા મળશે 'પાર્ટનર'ની જોડી
શાહિદ-વિદ્યાનુ કિસ્મત કનેક્શન
હેપી બર્થ ડે માધુરી
પદ્મશ્રીનો શ્રેય દર્શકોને પણ છે - માધુરી દીક્ષિત