શાહરૂખ ખન આ સમયે અભિનય કરવાને બદલે નિર્માણ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. 'બિલ્લુ બાર્બર' પછી તેમણે 'રાવણ' ફિલ્મ બનાવવાનો જાહેરાત કરી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આ એક એનિમેશન ફિલ્મ હશે.
બોલીવુડમાં તાજેતરમાં એનિમિશન ફિલ્મ બનાવવાનો સમય ચાલી રહ્યો છે અને બધા મોટા નિર્માતા એનિમેટેડ ફિલ્મ બનાવી રહ્યા છે. પછી શાહરૂખ કેમ પાછળ રહે ?
આ ફિલ્મ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે અને તેને બનાવવાની જવાબદારી તેમણે અનુભવ સિન્હાને સોંપી છે. આ ફિલ્મનુ નિર્માણ મોટા પાયા પર કરવામાં આવશે. ફિલ્મમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવશે. હાલ પટકથા તૈયાર કરવા પર બધુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.
|