નાનકડાં ગામની એક છોકરી 18 જુલાઈના રોજ જન્મેલી પ્રિયંકા ચોપડા આજે પોતાની ઉંમરના 26 વર્ષ પૂરા કરી રહી છે. જમશેદપુરમાં જન્મેલી અને બરેલીમાં ભણેલી પ્રિયંકાએ સૌંદર્ય પ્રતિયોગિતા જીતીને બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવ્યુ. નાના શહેરોમાં રહેનારી છોકરીઓની સામે તેમને આદર્શ સ્થાપિત કર્યો છે.
' 'ધ હીરો' થી હીરોઈનના રૂપમાં આગમન પ્રિયંકા બોલીવુડની તે નાયિકાઓમાંથી છે, જેમણે સૌંદર્ય પ્રતિયોગિતાના દ્વારા ફિલ્મ જગતમાં પોતાનુ અલગ સ્થાન બનાવ્યુ. ઈ.સ 2000માં તેમણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને ફિલ્મોના દરવાજા તેમના માટે ખુલી ગયા. એક તમિલ ફિલ્મ કર્યા બાદ પ્રિયંકાએ 'બિગ બ્રધર' નામની પહેલી હિન્દી ફિલ્મ સાઈન કરી, જે 2007માં રજૂ થઈ. પરંતુ 'ધ હીરો'(2003) તેમની પહેલી રજૂ થયેલી ફિલ્મ હતી.
'ડોન'ની રોમા, 'એતરાજ'ની સોનિયા બિનફિલ્મી પરિવારની હોવા છતાં પ્રિયંકાએ મનોરંજન જગતમાં બહુ વહેલી ઓળખ બનાવી લીધી. અક્ષય કુમારની સાથે પ્રિયંકાની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી. જ્યારે બંને વચ્ચે અફેયરની ચર્ચા સાંભળવા મળી તો અક્ષયની પત્ની ટ્વિંકલે અક્ષયને પ્રિયંકા સાથે કામ કરવાની ના પાડી દીધી. એતરાજ, મુજસે શાદી કરોગે, બ્લફ માસ્ટર, વક્ત, ડોન, જેવી ફિલ્મોમાં પ્રિયંકાએ પોતાની આવડતની જ ઝલક બતાવી.
દરેકને ગમી પ્રિયંકા વર્તમાનમાં પ્રિયંકા બોલીવુડની એ પસંદગીની અભિનેત્રીઓમાંથી છે જેમની જોડી સની દેઓલ જેવા સીનિયર હીરોથી લઈને નવા હીરો હરમનની સાથે પણ સારી જામે છે.; ભારતીય અને વિદેશી દરેક પ્રકારના વસ્ત્રોમાં તે સુંદર દેખાય છે. પ્રિયંકાની ચમકૂ, દ્રોણ, દોસ્તાના, ફેશન, ગોડ તુસ્સી ગ્રેટ હો જેવી મોટી ફિલ્મો આ વર્ષે રજૂ થવાની છે. પ્રિયંકાને જન્મ દિવસની શુભેચ્છાઓ.
|