અવાર-નવાર સેલિના ફિલ્મો કે અભિનય માટે ઓછા વિવાદો માટે વધુ ચર્ચામાં રહે છે. સેલિનાએ જે ફિલ્મોમાં બે કે વધુ અભિનેત્રીઓની સાતે કામ કર્યુ હતુ કે કરી રહી છે, તેમની સાથે તેમનુ કદી બનતું નથી. 'શાકાલાકા બૂમ બૂમ'માં ભલે કંગના હોય કે 'ટોમ ડિક હૈરી'માં કિમ શર્મા. મોટાભાગની અભિનેત્રીઓનુ કહેવુ છે કે સેલિના ઈગો પ્રોબ્લેમથી પીડિત છે અને પોતાની જાતને શ્રેષ્ઠ માનવાનો ભાવ તેમની અંદર છે.
હંસિકા સાથે ઝઘડો
25 જુલાઈએ સેલિનાની 'મની હૈ તો હની હૈ' રજૂ થવા જઈ રહી છે. તેમાં હંસિકાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હંસિકાની સાથે તેમની મમ્મી પણ સેટ પર હંમેશા હાજર રહેતી હતી. સેલિનાને ખબર પડી કે હંસિકાની મમ્મી સેલિનાના દરેક કોસ્ટ્યૂમ ચેક કરે છે. ત્યારબાદ સેલિનાએ હંસિકા અને તેની મમ્મી સાથે ખૂબ લડાઈ કરી.
સેલિના ઝગડાની વાતની ચોખ્ખી ના પાડે છે, પરંતુ એટલુ જરૂર માને છે કે હંસિકા અને તેમની મમ્મી તેમના આઉટફિટની ડિઝાઈન કોપી કરવા માટે આવી હરકતો કરતી રહે છે.
કરીના અને અમૃતા સાથે ગોલમાલ સંબંધ
આ જ રીતની વાતો 'ગોલમાલ રિટર્ન'ના સેટ પર સાંભળવા મળી. સેલિનાની સાથે સાથે કરીના અને અમૃતા રાવ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. કરીના અને અમૃતા પાક્કી બહેનપણીઓ. આ ફિલ્મને કારણે તેમને એકબીજા સાથે વાતચીત કરવાનો સમય મળી ગયો. સેટ પર હાજર લોકોના કહેવા મુજબ તેમને સેલિનાને ટાળવાનુ શરૂ કરી દીધુ. આ વાત સેલિનાને બિલકુલ પણ ન ગમી અને તેમના સંબંધો ખરાબ થઈ ગયા. સેલિનાનું કહેવુ છે કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી, પરંતુ તેમના કરીના અને અમૃતા સાથે ઘનિષ્ઠ સંબંધો પણ નથી.
|