માસૂમીએ કદી નહોતુ વિચાર્યુ કે તેના દ્વારા શીખાયેલુ માર્શલ આર્ટ કદી કોઈની જીંદગી બચાવી શકશે. વાત કંઈક એમ છે કે માસૂમી પોતાની મિત્ર અને હેયર સ્ટાઈલિસ્ટ સેલેનાને માર્શલ આર્ટનુ પ્રશિક્ષણ આપતી હતી. સેલેના ઓસ્ટ્રેલિયાની રહેનારી છે. સેલેનાએ માસૂમીની મદદથી ઘણું બધુ આ વિદ્યા વિશે જાણી લીધુ હતુ.
થોડા દિવસો પહેલા રજાઓ ગાળવા સેલેના ગોવા ગઈ હતી. ત્યાં તેમની સાથે એક ગુંડાએ છેડતી કરીને તેના પૈસા લૂંટવાની કોશિશ કરી. સેલેનાને માસૂમી દ્વારા શીખવાડવામાં આવેલ માર્શલ આર્ટ યાદ આવ્યું અને તેમણે ગુંડાને સારો સબક શીખવાડ્યો. પછી ગોવા પોલીસે તેને પકડીને જેલમાં નાખી દીધો.
સેલેના જે કે હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયામા છે અને માસૂમીને વચન આપ્યુ કે તેઓ જલ્દી જ તેમની પાસે પહોંચીને માર્શલ આર્ટની બચેલી ટ્રેનિગ લેશે.
માસૂમીએ માર્શલ આર્ટ બાળપણમાં સીખ્યું હતુ અને હવે તે અક્ષય કુમારની જેમ પાર્કર ટ્રેનિંગ લેવાની છે. આવુ કરનારા તેઓ પહેલી ભારતીય અભિનેત્રી હશે.