નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > અસીન છોકરો બનવા માંગે છે.
સમાચાર/ગપસપ

IFM
અસીન સ્ત્રીના રૂપમાં ખુશ છે અને એવુ માને છે કે પુરૂષની સરખામણીમાં સ્ત્રી સારી હોય છે. તેમની ઈચ્છા છોકરો બનવાની છે. પરંતુ પડદાં પર. અસીન આને પોતાનો ડ્રીમ રોલ કહે છે.

અસીનનુ માનવુ છે કે આખી ફિલ્મમાં છોકરાનુ પાત્ર રજૂ કરવુ એ તેને માટે એક પડકારરૂપ કામ હશે. તેને બોડી લેગ્વેઝ, ચહેરાનો હાવભાવ અને અવાજમાં પરિવર્તન કરવુ પડશે અને તેમને આશા છે કે તેઓ આવુ કરી શકશે.

તેની આ ઈચ્છા પૂરી થઈ જશે કે નહી, એ અસીન નથી જાણતી, પરંતુ તેણે આ ઈચ્છા બધાને બતાવી દીધી છે. જેથી વાત નિર્માતા-નિર્દેશક સુધી પહોંચી જાય અને બની શકે કે કોઈ નિર્દેશક અસીનને ધ્યાનમાં મૂકીને આ પ્રકારની સ્ક્રિપ્ટ લખાવે.