લોકપ્રિયતાની રીતે જોવા જઈએ તો બિપાશા બાસુ પાછળ રહી ગઈ છે, પરંતુ દોસ્તાનાની સફળતાને લીધે જોનને ઘણી લોકપ્રિયતા મળી છે. આ ફિલ્મમાં જોને પોતાના શરીરનું જોરદાર પ્રદર્શન કર્યું અને છોકરીઓની સાથે સાથે ગે પણ જોન પર મરવા લાગ્યા. હવે જોનને તેમની બોડીને લીધે ઘણી ફિલ્મો મળી રહી છે.
લોકપ્રિયતાની દોડમાં જોનને છલાંગ મારતો જોઈને તેમની સેક્સી ગર્લફ્રેંડ બિપાશા પણ ખુબ જ ખુશ છે પરંતુ આનાથી શું તે અસુરક્ષિત નથી અનુભવી રહી? શું તેમને આ વાતનો કોઈ ભય નથી કે જોન કોઈ અન્ય પ્રત્યે આકર્ષિત થઈ શકે છે?
બિપાશાનું માનવું છે કે છોકરીઓ જોન પર મરે છે અને આ જોઈને તેમને ઘણી ખુશી મળે છે કેમકે જેને બધા જ ચાહે છે તે તેમને ચાહે છે. બાકી સવાલ અસુરક્ષીત રહેવાનો છે તો બિપાશા અને જોન એકબીજાની સાથે કેટલાયે વર્ષોથી છે. આટલા વર્ષોમાં તેમની જોડી તુટવાની વાત તો છોડો તેમાં કોઈ તિરાડ પણ નથી પડી તેનું કારણ છે કે એકબીજા પ્રત્યેનો વિશ્વાસ.