જેમ જેમ દેલ્હી-6 ના પ્રદર્શનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અભિષેક બચ્ચનના હૃદયની ધડકન ખુબ જ ઝડપી થઈ રહી છે. એવા સમાચાર મળ્યાં છે કે તેઓ અત્યારે નર્વસ છે. આમ તો જોઈએ તો બોલીવુડના દરેક હીરોની પોતાની ફિલ્મ રીલીઝ થયા પહેલાં આવી જ પરિસ્થિતિ હોય છે પછી ભલે ને તે સુપરસ્ટાર જ કેમ ન હોય.
દેલ્હી-6માં અભિષેક સોલો હીરો છે અને તેમની નાયિકાનું નામ છે સોનમ કપુર. સોલો હીરોના રૂપમાં અભિષેકની પાછલી ફિલ્મ દ્રોણ બોક્સ ઓફીસ પર ખુબ જ ખરાબ રીતે ફટકાર પામી હતી. મીડિયાએ આ ફિલ્મ માટે તેમની જોરદાર ખેંચી હતી અને એવું પણ કહ્યું હતું કે જુનિયર બચ્ચન હજી સુધી એટલા બધા કાબિલ નથી થયા કે પોતાના દમ પા ફિલ્મ ચલાવી શકે.
દેલ્હી-6ની સફળતા અભિષેક બચ્ચન માટે ઘણી મહત્વની છે આ વાતને તેઓ સારી રીતે જાણે છે. પરંતુ ફિલ્મની સફળતા તો દર્શકોની પસંદ નાપસંદ પર નિર્ભર રહેલી છે. અભિષેકનું કહેવું છે કે તેમણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે અને તેમને આશા છે કે આ વખતે દર્શક તેમના અભિનયની સાથે સાથે ફિલ્મ પણ પસંદ કરશે.