નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > જેલને લઈને ઉત્સાહિત છુ - મુગ્ધા
સમાચાર/ગપસપ

IFM
પોતાની પહેલી ફિલ્મ 'ફેશન'માં પ્રિયંકા અને કંગના રાણાવતની સાથે મુખ્ય પાત્ર ભજવી ચુકેલી મુગ્ધા ગોડસે પોતાની આવનારી ફિલ્મ જેલને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જેમા એ નીલ નિતિન મુકેશની સાથે જોવા મળશે.

મુગ્ધાએ એક કાર્યક્રમ દરમિયાન અહીં કહ્યુ કે હું જેલને લઈને ખૂબ જ ઉત્સાહિત છુ. હું આજે પણ ફેશનની સફળતાનો આનંદ ઉઠાવી રહી છુ. આ શરૂઆત છે અને હું મધુર ભંડારકરની જેલમાં મુખ્ય અભિનેત્રીનુ પાત્ર ભજવીને ખુશ છુ.

મોડલમાંથી અભિનેત્રી બનેલ મુગ્ધા નવી ફિલ્મનું આ પાત્ર મળવાનો શ્રેય ફેશનની સફળતાને આપે છે. વર્ષ 2004માં મિસ ઈંડિયા ઉપવિજેતા રહેલી મુગ્ધાએ કહ્યુ આ બધુ ફેશનના કારણે થયુ છે.

હું સ્ક્રીન એવોર્ડમાં નામાંકનને લઈને પણ ખૂબ જ ખુશ છુ. હું શીખતી રહી છુ અને હું મોટાભાગનો અભિનય ફેશનથી જ શીખી છુ. આ પહેલા મને અભિનયનુ કોઈ જ્ઞાન નહોતુ.