માન્યતા સંજય દત્ત કરતા ઘણી બાબતે થોડી જુદી લાગે છે. પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ પર તેમણે પોતાના અને સંજય દત્તના વિશે ઘણી વાતો જણાવી. જેમા ખાસ વાત તેમણે એ બતાવી કે સંજયમાં કાયમ બાળપણ જોવા મળે છે જેને કારણે તેમની વચ્ચે રહેલ 19 વર્ષના અંતરથી પણ કોઈ ફેર નથી પડતો. માન્યતાએ કહ્યુ કે એ નવ વર્ષથી સંજુને જોઈ રહી છે. 6 વર્ષોથી તેઓ મિત્રો રહ્યા છે અને 3 વર્ષથી તેઓ એકબીજાની ખૂબ નજીક આવ્યા છે. માન્યતા કહે છે કે કોઈ વ્યક્તિને ઓળખવા માટે નવ વર્ષ ઘણા કહી શકાય. માન્યતા સંજૂને પોતાનો ફેન નથી માનતી. તેના કહેવા મુજબ જો તેણે સંજુને એક એક્ટરના રૂપમાં જોવાનુ શરૂ કરી દીધુ તો મારુ ઘર તૂટી જશે. હું સંજુને એક વ્યક્તિના રૂપમાં જોવુ છુ, જેની પાસેથી મારે સવારે ઉઠીને ઓટોગ્રાફ નથી લેવાનો પણ તેને માટે નાસ્તો બનાવવાનો છે.