નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > એશ બનશે ઝાંસીની રાણી
સમાચાર/ગપસપ

N.D
ઝાંસીની રાણી બનવાનુ સપનુ જોયુ હતુ સુસ્મિતા સેને અને તેણે તો એ માટેની તૈયારીઓ કરવાની પણ શરૂ કરી દીધી હતી. તૈયારીઓ શુ તેણે તો કામ કરવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. પણ ખબર નહી તેની ગાડી ક્યા અટકી ગઈ. પરંતુ બોલીવુડના સૂત્રો મુજબ સુષ્મિતાની જગ્યાએ હવે એશ્વર્યા ઝાંસીની રાણી બને તેવી શક્યતા છે.

વાત એમ છે કે સુષ્મિતા સેનની સાથે એક બીજા નિર્દેશક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર ફિલ્મ બનાવવા માંગતા હતા. એ નિર્દેશક છે કેતન મહેતા. એવા સમાચાર હતા કે તેઓ આમિર ખાનની સાથે 'ધ રાઈઝિન' નુ સિક્વલ બનાવવા માંગતા હતા. આ એક રીતે એતિહાસિક ફિલ્મની કડી નંબર 2 થઈ જતી. જુદા પ્રકારની ફિલ્મો બનાવવા માટે જાણીતા કેતન મહેતાએ આ પ્રોજેક્ટ પર કામ પણ કર્યુ, પરંતુ કોઈ કારણસર આ વાત બાજુ પર રહી ગઈ. હવે ફરીથી એવુ જાણવા મળ્યુ છે કે કેતન મહેતા એ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે અને ઝાંસીની રાણીના રોલમાં એશ્વર્યાને લેવા માંગે છે.