નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > માધવનની આગામી ફિલ્મ રહસ્યોથી ભરપૂર
સમાચાર/ગપસપ

આર.માધવનની આગામી ફિલ્મ 13-B દર્શકોને ટુંક સમયમાં જોવા મળશે. આ ફિલ્મ અનેક રહસ્યો અને રોમાંચથી ભરપૂર છે. કારણ કે ફિલ્મમાં ટીવી શ્રેણીની અંદર ઘટતી ઘટનાઓને આર. માધવનનાં જીવનમાં ઘટતી દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મનાં નિર્માતા વિક્રમ.કે.કુમાર તામિલ અને તેલુગુમાં અનેક ફિલ્મો બનાવી ચુક્યા છે. પણ 13-B તેમની પ્રથમ હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મમાં માધવન, નીતુ ચંદ્રા, મુરલી શર્મા અને પુના ધિલ્લોન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

ફિલ્મની શરૂઆત માધવન તેનાં પરિવાર સાથે ફ્લેટ 13-B રહેવા આવે છે, ત્યારાબાદ શરૂ થાય છે. જેમાં માધવન સાથેની વાસ્તવિક ઘટનાઓ આ ટીવી શ્રેણીમાં જોવા મળે છે.