બોલીવુડમાં જો કોઈ નિર્માતાની ફિલ્મ હિટ થઈ જાય છે તો એ પોતાની આગામી ફિલ્મ એ જ હીરો સાથે બનાવે છે. બંને વચ્ચે સારી ટ્યુનિંગ પણ થઈ જાય છે. વિપુલ શાહ હંમેશા અક્ષય કુમારને લઈને ફિલ્મ બનાવવાનુ પસંદ કરે છે. કરણ જોહરની ફિલ્મોમાં શાહરૂખ ખાન જોવા મળે છે.
જ્યારે 'ગજિની' હિટ થઈ તો લાગ્યુ કે ફિલ્મના નિર્માતા મુરુંગદાસ અને આમિર ખાનની પણ જોડી બની જશે. જાણવા મળ્યુ છે કે મુરુંગદાસ પોતાની આગામી ફિલ્મમાં આમિરને બદલે શાહરૂખ ખાનને લેવાનો પ્લાન કરી રહ્યા છે. તેમણે શાહરૂખ સાથે મુલાકાત પણ કરી અને બંને પોતાના આ પ્રોજેક્ટને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે. જેના વિશે થોડા દિવસો પછી જાહેરાત કરવામાં આવશે.
શાહરૂખ ખાન આ સમયે મોટા નિર્માતા અને નિર્દેશકોની સાથે પોતાની ટીમ બનાવવામાં લાગેલા છે. તેઓ પોતાના બેનર હેઠળ વધુમાં વધુ ફિલ્મો બનાવવા માંગે છે. પ્રિયદર્શન પહેલા 'બિલ્લૂ' ફિલ્મ અક્ષય કુમારની સાથે બનાવવા માંગતા હતા અક્ષયને સ્ક્રિપ્ટ ગમી ગઈ પરંતુ છેલ્લી ઘડીએ શાહરૂખે પ્રિયનને પોતાના બેનર હેઠળ ફિલ્મ બનાવવા રાજી કરી લીધા.