પ્રેમ દિવસ એટલેકે વેલેંટાઈન ડે ને ઘણાલોકો પોતપોતાની રીતે ઉજવે છે. આવુ જ આ વર્ષે બોલીવુડની એક જાણીતી જોડીએ કર્યુ. એ જોડી છે અજય દેવગન અને કાજોલની. પ્રેમ પર્વ પર આ જોડીએ થોડોક સમય એવા બાળકો સાથે વિતાવ્યો જેઓ અસહાય છે. 'સ્માઈલ ફાઉંડેશન' નામની સંસ્થાના આ બાળકોની ઈચ્છા આ જોડીને મળવાની હતી. તેથી તેમને 'ટૂનપૂર કા સુપર હીરો'ના સેટ પર લાવવામાં આવ્યા. અજય અને કાજોલે આ ઉપેક્ષિત બાળકો સાથે વાતચીત કરી. તેમના પ્રશ્નોના જવાબ આપ્યા અને ઘણીવાર સુધી તેમની સાથે ચર્ચા કરી.
આ દરમિયાન ઉત્સાહથી ભરેલા આ બાળકોએ પણ આ જોડીનુ ઘણું જ મનોરંજન કર્યુ. એક બાળકે અજય દેવગનની 'ઈશ્ક' ફિલ્મ પર ડાંસ કર્યો. એક બાળકી કાજોલની સતત પ્રશંસા કરતી રહી. સાદી સિમ્પલ રહેનારી કાજોલને તેણે પોતાનો આદર્શ બતાવતા તેના સુંદરતાના ભરપૂર વખાણ કર્યા, અને કહ્યુ કે તે કાજોલ જેવી બનવા માંગે છે. બાળકોએ આ જોડીને ગુલાબના ફૂલ ભેટમાં આપ્યા.