નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > ફિલ્મ નહી દોસ્ત મહત્વનો
સમાચાર/ગપસપ
N.D
N.D


















શાહરૂખ ખાન અને કરણ જોહરની મૈત્રીની મિસાલો આપવામાં આવે છે. એકવાર ફરી બંનેની મૈત્રીની ચર્ચા થવા માંડી છે. વાત હતી શાહરૂખના ખભાના ઓપરેશનની. શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'બિલ્લૂ'ના પ્રચારમાં લાગ્યા હતા તેથી ઓપરેશનને માટે સમય જ નહોતો મળી રહ્યો. આ દરમિયાન તેઓ ફિલ્મના પ્રીમિયરને માટે ઈરફાન અને લારા દત્તાની સાથે લંડન જવા નીકળી ગયા. શાહરૂખની પાસે આ સમયે 'બિલ્લુ' ઉપરાંત પોતાના મિત્ર કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' છે. 'બિલ્લૂ' નુ બધુ કામ પતી ગયુ, તેથી હવે કરણની ફિલ્મનુ કામ જ બાકી છે. જેને એક મહિનો આગળ વધારવુ પડશે. જ્યા સુધી કે કિંગ ખાન બધી રીતે ફિટ ન થઈ જાય. સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગે કરણે કહ્યુ કે ફિલ્મો તો ચાલતી રહેશે શાહરૂખનુ ઠીક થવુ સૌથી વધુ જરૂરી છે.