નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  સમાચાર/ગપસપ > મધુરનો સંબંધી જેલમાં
સમાચાર/ગપસપ

N.D
લાગવગશાહી ક્યાં નથી, પણ લાગે છે કે રાજનીતિ પછી સૌથી વધુ ફિલ્મી દુનિયામાં જ છે. થોડા દિવસો પહેલા મધુર ભંડારકરે એક સંબંધીને પોતાની ફિલ્મ 'જેલ' માં લઈ લીધો. આ સંબંધી છે કલ્પેશ. એવુ જાણવા મળ્યુ છે કે આ સંબંધી તેમનો દૂરનો ભાઈ છે અને જેલમાં સિનેમેટોગ્રાફરની જવાબદારી તેમને જ સોંપવામાં આવી છે. આ વિશે મધુર એવો દાવો પણ કરે છે કે કલ્પેશ પ્રતિભાશાળી છે.

આમ તો મધુર ભંડારકર નવા લોકોને સામે લાવવા, તેમને તક આપવા માટે જાણીતા છે. આ વાત તેઓ પોતે પણ કહે છે તેમના મુજબ મારી ઓળખ નવી પ્રતિભાઓને સામે લાવનાર વ્યક્તિના રૂપમાં છે. મારો ભાઈ કલ્પેશ 'મુંબઈ સાલસા' નામની એક ફિલ્મ શૂટ પણ કરી ચૂક્યો છે. તેથી ચિંતા ન કરશો એ મારી ફિલ્મમાં પોતાની પ્રતિભાના દમ પર જ સિનેમેટોગ્રાફી કરી રહ્યો છે.