નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » વોટ આપવા ખાસ મુંબઈ આવશે શાહરૂખ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
બોલીવુડના કલાકાર આ વખતે ચૂંટણીને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે. વોટ નાખવાથી વધુ મહત્વનુ કશુ નથી. જનતાને તેઓ વોટ નાખવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને પોતે વોટ ન નાખે, એવુ તો બની જ ન શકે.

સુપરસ્ટાર્સ અક્ષય કુમાર અને સલમાન ખાન તો કહી ચૂક્યા છે કે તેઓ 30 એપ્રિલના રોજ મુંબઈમાં જ રહેશે અને મતદાન જરૂર કરશે. તો પછી કિંગ ખાન કેમ પાછળ રહે ?

'નાઈટ રાઈડર્સ'ના માલિક શાહરૂખ ખાન દક્ષિણ આફ્રિકાથી ફક્ત વોટ આપવા જ એક દિવસ માટે મુંબઈ આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ કિંગ ખાને આઈપીએલમાં ભાગ લઈ રહેલ પ્રતિદ્વંદી ટીમના માલિક વિજય માલ્યાને વિનંતી કરી છે કે તેમને એક પ્રાઈવેટ જેટની વ્યવસ્થા કરાવે જેથી તેઓ ઓછા સમયમાં યાત્રા પૂરી કરી શકે. વોટ નાખીને શાહરૂખ પાછા દક્ષિણ આફ્રિકા પાછા ફરશે.

શાહરૂખ સાથે સંકળાયેલા લોકોનુ કહેવુ છે કે ' શાહરૂખ આ વખતે વોટ આપવા આતુર છે, અને આ તક તેઓ જવા દેવા નથી માંગતા. જો 30 એપ્રિલે તેમના ટીમની મેચ પણ હોત તો એ વોટ આપવા જરૂર આવત.

શાહરૂખે પ્રીતિ ઝિંટાને પણ કહ્યુ છે કે તેઓ પણ મતદાન જરૂર કરે અને પ્રીતિ પણ ભારત આવશે. શિલ્પા શેટ્ટીએ પોતાની ટીમની મેચ એ દિવસે હોવાને કારણે વોટિંગ ન કરવાનો નિર્ણય કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: શાહરૂખ, બોલીવુડ, કિંગ ખાન