નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અક્ષયની લાંબી અને ભરાવદાર દાઢી
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
અક્કી એટલે કે અક્ષય કુમાર એક વાર ફરી સરદાર બનવા જઈ રહ્યા છે. પણ આ વખતે તેઓ ગઈ વખતે સિંગ ઈઝ કિંગમાં જે ભૂલો થઈ હતી તેને રિપિટ કરવાના મૂડમાં નથી. સૂત્રોના જણાવ્યા મુજબ 'કામગાટા મારુ' નામના જહાજ પર બનવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર 47 વર્ષના સરદારનો અભિનય કરશે.જેન માટે તેઓ સાચકલી દાઢી રાખી રહ્યા છે. પાઠકોને યાદ હશે કે 'સિગ ઈઝ કિંગ'માં રાખેલ અક્ષયની દાઢી પર કેટલાક સિખ સંગઠનોએ પોતાની આપત્તિ નોંધાવી હતી. હવે એ એક ભરેલી દાઢી પોતાના ચહેરા પર સજાવી રહ્યા છે. આ ફિલ્મમાં તેમણ 48 વર્ષના સરદારનો રોલ કરવાનો છે. તેથી આ દાઢી બેરંગી એટલે કે કાળા-સફેદની ખિચડી હશે. કેટલાક લોકોએ અક્ષયને કહ્યુ હતુ કે નકલી દાઢીથી કામ ચલાવી લે, પરંતુ અક્કીએ અસલી પર ભરોસો કર્યો. ફિલ્મ નિર્માતાની પણ મરજી હતી કે ખેલાડી કુમાર દાઢી સાથે કોઈ પણ રમત ન કરે, તેથી અક્કી હવે એક લાંબી અને ભરાવદાર દાઢીમાં જોવા મળશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અક્ષય, બોલીવુડ, ગપશપ