નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અમિતાભ શિખવાડશે જુગાર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
પહેલા પણ આ પ્રકારની ફિલ્મ બની હતી. જેમા કોઈ મોટા ઉદ્દેશ્યને પૂરો કરવા માટે ખરાબ લોકોની મદદ લેવામાં આવી. દિલીપ કુમાર અભિનીત ફિલ્મ 'કર્મા' પણ આવી જ ફિલ્મ હતી જેમા સંપૂર્ણ વિશ્વ માટે સંકટ બનેલ અપરાધીનો ખાત્મો કરવાના ઉદ્દેશ્યથી ત્રણ ખતરનાક કેદીઓને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે એનુ પુરૂ સામ્રાજ્ય ધ્વસ્ત કરી દે.

હવે પોતાની આગામી ફિલ્મ 'તીન પત્તી'માં અમિતાભ પાંચ લોકોને જુગાર શિખવાડતા જોવા મળશે. બતાવવામાં આવી રહ્યુ છે કે કોઈ મોટા ઉદ્દેશ્યને પૂરો કરવા માટે લોકો જુગાર રમશે. આ પાંચ છે - આર. માધવન, સિધ્ધાર્થ ખેર, ધ્રુવ ગણેશ, વૈભવ તલવાર અને શ્રધ્ધા કપૂર. અમિતાભ આ ફિલ્મમાં એક પ્રોફેસરનો રોલ ભજવશે અને આ પાંચેય પોતાના પ્રોફેસરથી ઘણા જ પ્રભાવિત છે. હવે ફિલ્મનુ નામ જ 'તીન પત્તી' છે તો એમા જુગાર તો હશે જ. આમ તો આ ફિલ્મમાં અમિતાભ સાથે વેન કિંગ્સલે જેવા ઓસ્કર જીતનારા ભારે-ભરકમ કલાકારો પણ જોવા મળશે. તેમની સાથે રિચર્ડ ગેરેના હોવાની વાતો સાંભળવા મળી રહી છે. લીના યાદવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનુ કામ લંડનમાં ઝડપથી ચાલી રહ્યુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બોલીવુડ, ગપશપ, અમિતાભ