કહેવાય છે કે રાજનીતિની જેમ જ બોલીવુડમાં પણ દોસ્તી અને દુશ્મની લાંબો સમય સુધી ટકતી નથી. આ વાત કેટલી યોગ્ય છે એ તો કહેનારા જ જાણે, પરંતુ એ તો નક્કી છે કે ગ્લેમર જગતમાં એવા લોકો કાયમ જોવા મળ્યા છે જે પોતાના મિત્રોનુ સંપૂર્ણ ધ્યાન રાખવા માટે ઓળખાતા હોય. નાના-મોટા એવા ઘણા કલાકારો પોતાના મિત્રોને કામ આવતા રહ્યા છે.
આવા લોકોમાં એક નવુ નામ શાહિદ કપૂરનુ પણ જોડાય ગયુ છે. શાહિદ પોતાના મિત્રોને મદદ કરવાની સાથે સાથે તેમને માટે સાચુ શુ અને ખોટુ શુ એ પણ વિચારે છે. થોડા દિવસો પહેલા શાહિદ પોતાની મિત્ર પ્રિયંકા માટે ચિંતામાં પડી ગયા. તેમણે પ્રિયંકાને સલાહ પણ આપી કે તેઓ કેટલીક વાતો પર નિયંત્રણ મૂકે અને પોતે પૂરો આરામ કરે.
શાહિદ પોતે પણ ઘણી વાતોને લઈને સાવઘ રહે છે. પીવાનો કે પીવડાવવાનો તેમને શોખ નથી. તેથી જ એ પોતાની પૂર્વ મિત્ર કરીના કપૂરને પણ ચા પર લઈ આવ્યા હતા. પોતાની એક બીજી ફ્રેંડ વિદ્યા બાલનને પણ તેઓ કપડાં પહેરવાને લઈને સલાહ આપતા રહેતા હતા. જાણ હશે કે વિદ્યાને ડ્રેસ સેંસ ન હોવાની વાતો ઉડતી રહે છે.
આ બધુ તો ઠીક છે, પરંતુ અમારુ વિચારવુ તો એ છે કે શાહિદે પોતે પણ એક વાતને લઈને ધ્યાન રાખવુ જોઈએ અને એ છે સ્ત્રીઓને બાબતે. તમે જ વિચારો કોઈ ભલા માણસની આટલી મહિલા મિત્ર હોય છે ખરી...?