બોલીવુડ એક અનોખી નગરી છે, અહીં અનેક પ્રકારના કલાકારો મળી રહેશે. ગઈકાલે જે કલાકારે કોઈ કામ રાજીખુશીથી કરી લીધુ હોય તો જરૂરી નથી કે એ જ કામ ફરી પણ એ કરવા તૈયાર થઈ જાય. જેનુ તાજુ ઉદાહરણ છે મિનિષા લાંબા. જેમણે રેસિલ ડિસિલ્વા નિર્દેશિત કરવામાં આવી રહેલ ધર્મા પ્રોડકશનની ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મન નામ હજુ ફાઈનલ થવાનુ બાકી છે. એવુ બતાવાય છે કે રેસિલે મિનિષાને કેટલાક અંતરંગ દ્રશ્યો કરવાના કહ્યા હત, જેમા તેમણે તેમના સાથી વિવેક ઓબેરોયને કિસ કરવાનુ દ્રશ્ય હતુ. મિનિષાએ એ દ્રશ્યોને કરવાની ના પાડી દીધી, જેના પરિણામ સ્વરૂપ ફિલ્મના નિર્દેશક રેસિલ ડીસિલ્વાએ બીજી અભિનેત્રીની શોધ કરવાની ચાલુ કરી દીધી. આ બાબતે રસપ્રદ વાત એ છે કે મિનિષાનો આ રોલ પહેલા તારા શર્મા કરી રહી હતી. પર્સનલ કારણોસર તેમને એ ફિલ્મ છોડી દીધી, જેને કારણે આ ફિલ્મમાં મિનિષાને લેવામાં આવી હતી. હવે એ પણ નીકળી ગઈ છે. આ જ મિનિષાએ 'બચના એ હસીનો'માં રણબીર સાથે એક ચુંબન દ્રશ્ય આપ્યુ હતુ, અને હવે નખરાં કરી રહી છે.