'ગજિની' દ્વારા ચર્ચામાં આવેલી અસિન વિશે નકારાત્મક વાતો વધુ સાંભળવા મળે છે. તેમના પિતા સેટ પર હાજર રહે છે અને દખલગીરી કરે છે. સેટ પર અસિન નખરા કરે છે. એકવાર શૂટિંગ દરમિયાન તેમને ચંપલ પસંદ ન આવતા તેમણે બે લાખની ચંપલ ખરીદીને નિર્માતાને ચૂનો લગાવ્યો.
સલમાન ખાન સાથે તેમની નિકટતાના સમાચાર સતત સાંભળવા મળે છે. બંને 'લંડન ડ્રીમ્સ'માં કામ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા એવુ સાંભળવા મળ્યુ હતુ કે અસિનને સલમાન ખાને એક ઘર ભેટ સ્વરૂપે આપ્યુ છે. અસિને આ સમાચારનુ ખંડન કરતા કહ્યુ કે આ સમાચાર ખોટા છે. તેમને સલમાને કોઈ પણ ઘર ભેટ સ્વરૂપે આપ્યુ નથી.