નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સોનાક્ષીએ સલમાનને કર્યા રામ રામ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
કોઈ નવી અભિનેત્રીના વિશે કોઈ એવુ વિચારી શકે છે કે એ કદી સલમાન ખાન જેવા કલાકારની સાથે કામ કરવાની ના પાડી દે ? પરંતુ આવુ થયુ છે અને આ કમાલ કરી છે અભિનેતા શત્રુધ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાએ. એવુ જાણવા મળ્યુ છે કે અરબાજ ખાન એક ફિલ્મ બનાવી રહ્યા છે, તો પછી એ તો દેખીતુ છે કે તેમની ફિલ્મમાં સલમાન ખાન જ હીરો હોય. પહેલા તો સોનાક્ષીએ ઉક્ત ફિલ્મ માટે હા પાડી દીધી હતી પરંતુ સ્ક્રિપ્ટ જોયા પછી તેમનો વિચાર પલટી ગયો.

સ્ક્રિપ્ટમાં તેમને પોતાને માટે કરવા લાયક કંઈક વિશેષ ન જોવા મળ્યુ તેથી સોનાક્ષીએ ફિલ્મમા કામ કરવાની ના પાડી દીધી. આ નવી અભિનેત્રીની આ વાત સાંભળીને અરબાજ પહેલા તો આશ્ચર્યમાં પડી ગયા. પછી તેમણે સોનાક્ષીને સમજાવવાનો ઘણો પ્રયત્ન પણ કર્યો, પણ શત્રધ્ન સિન્હાની પુત્રી અટલ રહી. આ નવી કલાકારે એ વાત પર વિચાર કર્યો કે સલમાન ખાન સાથે કોઈ નવી અભિનેત્રીએ કામ કર્યા પછી તેનુ ભવિષ્ય સારુ નથી રહ્યુ, તેથી સોનાક્ષીએ ફિલ્મ કરવાની ના પાડી દીધી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સોનાક્ષી, શત્રુધ્ન સિન્હા, સલમાન, અરબાઝ