નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સોનાક્ષીએ નથી છોડી ફિલ્મ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
સોનાક્ષી સિન્હા બોલીવુડમાં ડગ માંડતા જ અફવાઓનો શિકાર બની ગઈ. તેમના પિતા શત્રુધ્ન સિન્હા પણ આ ઈડસ્ટ્રીનો જ ભાગ છે, તેથી એ આ વાતોથી પરિચિત છે.

થોડા દિવસો પહેલા એવા સમાચાર જાણવા મળ્યા હતા કે સોનાક્ષી સિન્હા જેફિલ્મ સલમાન સાથે કરવાની હતી, એ તેમણે છોડી દીધી છે. આ સમાચારથી બધાને આશ્ચર્ય થયુ. પહેલી જ ફિલ્મ અને એ પણ સલમાનની સાથે કરવાની તક કેટલાને મળે છે.

સોનાક્ષીએ તો આ વિશે કોઈ સફાઈ ન આપી, પરંતુ તેમના સમર્થનમાં અરબાજ ખાન મેદાનમાં આવ્યા, જે આ ફિલ્મના નિર્માતા પણ છે. અરબાજનુ કહેવુ છે કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે અને ખબર નહી તેને ફેલાવવા માટે કોણ જવાબદાર છે. સોનાક્ષી આ ફિલ્મનો એક ભાગ છે અને અમને અમારી પસંદ પર ગર્વ છે. તેઓ અમારી ફિલ્મ કરી રહી છે. હાલ તો અમે આ ખોટી અફવા પર હસી રહ્યા છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સોનાક્ષી, સલમાન, અરબાજ, શત્રુધ્ન સિન્હાની પુત્રી