'પેઈંગ ગેસ્ટ' માં એક બે નહિ પણ ચાર ચાર હીરોઈનો એક સાથે છે. રિયા સેન, નેહા ધુપિયા, સયાલી ભગત અને સેલીના જેટલી. જ્યારે આટલી બધી નાયિકાઓ એકસાથે હોય ત્યારે તેવો ભય રહે છે કે તેમના રોલ પર કાતર ન ફરી વળે.
રિયા સેનને જાણ થઈ કે એડિટીંગ ટેબલ પર તેમના રોલને કાપીને નાનો કરી દેવાયો છે. તેની સામે અન્ય નાયિકાઓને વધારે ફુટેજ મળ્યુ. રિયા ગુસ્સે થઈ ગઈ અને વાતાવરણ ગરમ થઈ ગયું.
રિયાને નિર્દેશક પારિતોષ પેંટર અને નિર્માતા સુભાષ ઘાઈએ સમજાવી કે તેમની પર ફિલ્માવવામાં આવેલ બધા જ શોટ્સ ફિલ્મમાં છે અને ફિલ્મમાં તે માત્ર સુંદર જ લાગી રહી છે એટલું નહિ પણ અભિયનમાં પણ બધી હિરોઈનો પર ભારે પડી છે.
એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સુભાષ ઘઈએ રિયાના વખાણ કરતાં તેમને એક શાનદાર મોબાઈલ ફોન ભેટમાં આપ્યો છે. હવે રિયા બધાને કહેતી ફરે છે કે 'પેઈંગ ગેસ્ટ'માં તેમનો અભિનય સૌથી સારો છે.