સતત વ્યસ્ત રહીને ધડાધડ ફિલ્મો બનાવનારા અક્ષય કુમારના વિશે જાણવા મળ્યુ છે કે એક ફિલ્મ માટે તેમણે પોતાનુ રૂપ બદલી લીધુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે વિપુલ શાહની ફિલ્મ 'એક્શન રિપ્લે'માં તેઓ વધેલા વાળની સાથે જોવા મળશે. પોતાના ફિલ્મી કેરિયરમાં અક્ષયે પહેલીવાર લાંબા વાળ રાખ્યા છે. આમ તો આને માટે તેમણે સાચે જ વાળ નથી વધાર્યા, પરંતુ વિગથી જ કામ ચલાવ્યુ છે.
આ પહેલ કિંગ ખાન એટલે કે શાહરૂખે પોતાની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં વાળ વધાર્યા હતા. સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ 'વીર'ના પોસ્ટર્સમાં મોટા વાળ સાથે જોવા મળશે. 'એક્શન રિપ્લે'ના વિશે એવુ બતાવાય રહ્યુ છે કે થોડા દિવસો પહેલા ફિલ્મની હીરોઈન એશ્વર્યા રાયની સાથે એક ગીતનુ શૂટિંગ કર્યુ, જેમા તેઓ લાંબાવાળ સાથે જોવા મળ્યા હતા. જોનારાઓના મુજબ અક્કી અને એશનુ લુક 70ના દસકામાં ચાલેલી ફેશન જેવુ લાગતુ હતુ.