નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » સેક્સી નહી સુંદર છુ - કેટરીના
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
બિકની પહેરી લેવાથી કે શરીર બતાવવા માત્રથી કોઈ સેક્સી નથી થઈ જતુ આ વાત કહી છે, એક સમયે 'બૂમ'માં બિગ બી ની સાથે બિકની પહેરીને હોટ સીન આપનારી કેટરીના કેફે. અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા તેમના પ્રશંસકોએ તેમને બોલીવુડની સેક્સી અભિનેત્રીના રૂપમાં સારા એવા વોટ આપીને કેટરીનાને સેક્સી મહિલાનો એવોર્ડ અપાવ્યો. પછી તેમણે કહ્યુ કે હુ સેક્સી નહી પરંતુ સુંદર જરૂર કહેવાઈ શકુ છુ. જો કે એ બાર્બી ડોલ જેવી લોકપ્રિય પ્રોડક્ટના ભારતીય રૂપ હેતુ પસંદગી પામવા બદલ ખૂબ જ ઉત્સાહિત છે. તેમના કહેવા મુજબ બાળપણમાં એ આ ઢીંગલી સાથે ખૂબ જ રમી. આમ તો ગયા વર્ષે સતત સફળ ફિલ્મો આપનારી કેટરીનાની આ વર્ષે પણ ઘણી મોટી ફિલ્મો આવવાની છે. જેમા 'ન્યૂયોર્ક'માં તેઓ ઈરહાન ખાન, જોન અબ્રાહમ અને નીલ નીતિન મુકેશની સાથે હશે તો પ્રકાશ ઝાની 'રાજનીતિ'માં અજય દેવગનની સાથે. 'અજબ પ્રેમની ગજબ કહાની'માં રણવીર કપૂર અને તેમના હીરો છે અને 'દે દનાદન'માં અક્ષય કુમાર. સફળ યુવા કલકારોમાં પોતાનુ સ્થાન બનાવી ચુકેલ ઈમરાન ખાનની સાથે પણ તેમની એક ફિલ્મ આવવાની છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સેક્સી, હોટ, કેટરીના, અક્ષય કુમાર, જોન અબ્રાહમ