નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » અધ્યયને છોડ્યો કંગનાનો સાથ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

N.D
અચાનક અને ચોંકાવનારા સમાચારોમાંથી એક સમાચાર એ છે કે અધ્યયન સુમન અને કંગના રાનાવત જુદા થઈ ગયા છે. બંનેના નજીકના લોકોના કહેવા મુજબ આ યુવા અને ચર્ચિત જોડીએ આ નિર્ણય પરસ્પર સહમતિથી લીધો છે. આ લોકોનુ એવુ પણ કહેવુ છે કે કંગના કદાચ આ લવ સ્ટોરીને પૂરી કરવા નહોતી માંગતી પરંતુ અધ્યયને મન બનાવી લીધુ હતુ. આમ પણ અધ્યયનના પિતા અને પ્રસિધ્ધ અભિનેતા અને ટીવી એંકર શેખર સુમન કંગનાના વિરુધ્ધ હતા. આમ તો આ બ્રેકઅપના ઘણા બીજા કારણ બતાવવામાં આવી રહ્યા છે. જેમાંથી એક કારણ શેખર સુમનની એ ઈચ્છા પણ બતાવવામાં આવી છે કે અધ્યયન મુંબઈના એક ખૂબ જ ધનિક બિલ્ડર્સની સુપુત્રી સાથે વિવાહ કરે. બંને આનુ કારણ પોતાના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ બતાવી રહ્યા છે. બીજી બાજુ કેટલાક લોકોનુ કહેવુ છે કે અંજના સુખાની અને શહાના ગોસ્વામીની સાથે અધ્યયનના નૈન મટક્કા આનુ એક કારણ હોઈ શકે છે. કારણ કંઈ પણ હોય પરંતુ અધ્યયને ઘણુ નામ કમાવી લીધુ છે, પછી ભલે એ એક સારા અભિનેતાના રૂપમાં નહી પરંતુ છોકરીઓની સાથે મિત્રતા કરવામાં નિષ્ણાત યુવાનના રૂપમા હોય.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: અધ્યયન, શેખર સુમન, કંગના રાનાવત