નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હેપી બર્થ-ડે સોનમ કપૂર
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર આજે (9 જૂન)ના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સોનમ અભિનીત બંને ફિલ્મ ('સાંવરિયા' અને 'દિલ્લી-6') બોક્સ ઓફિસ પર ચમત્કાર ન બતાવી શકી, પરંતુ સોનમના અભિનયની બધાએ પ્રશંસા કરી.

હાલ સોનમ બીજા કારણોસર ચર્ચામાં છે. બોલીવુડની ટોપ હીરોહીન એશ્વર્યા રાય સાથે તેમણે ટક્કર લઈ લીધી છે. એશ્વર્યાને સોનમે કોન ફિલ્મ સમારંભમાં રેડ કારપેટ પર ચાલવાથી વંચિત કરી દીધી હતી, બદલામાં સોનમે એશ્વર્યાને આંટી કહીને બોલાવવાનુ શરૂ કરી દીધુ.

સોનમના પપ્પા અનિલ કપૂરની એશ્વર્યા ફિલ્મોમા નાયિકા રહી ચૂકી છે, તેથી સોનમના મુજબ એ તેની આંટી કહેવાય. પરંતુ સોનમ એ ભૂલી જાય છે કે એ એશ્વર્યાના પતિ અભિષેકની નાયિકા બની ચૂકી છે. એશ્વર્યા જો આંટી હોય તો અભિષેક અંકલ કહેવાય. અંકલની નાયિકા બનવાનુ તેણે કેવી રીતે કબૂલી લીધુ ?

સોનમને લઈને રાકેશ ઓમપ્રકાશ મેહરા એક લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેમણે સોનમમાં વહીદાની એક ઝલક દેખાય છે. સોનમે આ સમયે બેકારના વિવાદોમાં પડવાને બદલે પોતાના કેરિયર પર ધ્યાન આપવુ જોઈએ. આશા કરીએ કે આ સબક એ પોતાના જન્મદિવસ પર જરૂર શીખી લેશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સોનમ કપૂર, એશ્વર્યા રાય, દિલ્લી6, અનિલ કપૂરની સુપુત્રી