નવી ફિલ્મો | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ | ફિલ્મ સમીક્ષા | દિલિપકુમાર | કેટરીના કેફ
મુખપૃષ્ઠ મનોરંજન » બોલીવુડ » સમાચાર/ગપસપ » હુ નિર્માતાઓને હેરાન કરવા નથી માંગતો - શાહિદ
સમાચાર/ગપસપ
Feedback Print Bookmark and Share
 

IFM
લાગે છે શાહિદ કપૂર ખરેખર ખૂબ જ વ્યસ્ત છે. તેથી જ તો એ આઈફા એવોર્ડમાં ભાગ લેવાના નિર્ણય પર વારંવાર વિચારી રહ્યો છે આમ જોવા જઈએ તો સૂત્રોના કહેવા મુજબ તેણે આઈફામાં ભાગ લેવાની લગભગ ના જ પાડી દીધી છે. આ પહેલા શાહિદ ત્યા કાર્યક્રમ આપવા માટે તૈયાર હતો. સમાચારો દ્વારા જાણવા મળ્યુ છે કે શાહિદની ઘણી ફિલ્મો એકસાથે પૂરી થવાના કગાર પર છે. 'કમીને' તો રિલીઝ જ થવાની છે. આ સિવાય 'પાઠશાલા' અને યશરાજ બેનરની એક વધુ ફિલ્મ પણ લગભગ તૈયાર છે. તેનુ વધ્યુ ઘટ્યુ કામ ચાલી રહ્યુ છે.

શાહિદ નથી ઈચ્છતા કે તેમના ન હોવાથી આ ફિલ્મોનુ કામ પ્રભાવિત થાય, તેથી તેમણે આઈફામાં જવાની ના પાડી દીધી છે. કેન ઘોષની એક ફિલ્મનુ કામ પણ અંતિમ ચરણોમાં છે. શાહિદે એ ફિલ્મ માટે પણ તારીખો રાખી છે. શાહિદ કહે છે કે આઈફામાં જવાની મારી ઈચ્છા હતી પરંતુ હુ નહોતો ઈચ્છતો કે મારા કારણે નિર્માતાઓ તકલીફમાં મૂકાય. વાત તો શાહિદની ઠીક લાગે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: નિર્માતા, શાહિદ, કમીને, પાઠશાલા, યશરાજ આઈફા