નાની નાની વાર્તાને ગૂંથીને એક ફિલ્મ બનાવવાની કડીમાં એક વધુ ફિલ્મનુ નામ જોડાઈ ગયુ છે. આ ફિલ્મ છે 'મિર્ચ'. 'ગોડફાધર' ફિલ્મને નિર્દેશિત કરી ચૂકેલ પ્રયોગવાદી નિર્દેશક વિનય શુક્લા 'મિર્ચ'ને પણ નિર્દેશિત કરી રહ્યા છે. વિનય શુક્લાને તેના પ્રભાવશાળી નિર્દેશન માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ અપાયો છે. આ જ વિનય શુક્લા ચાર નાની વાર્તાઓને એક જ ફિલ્મમાં રજૂ કરવા જઈ રહ્યા છે
IFM
N.D
આ વાર્તામાં રાઈમા સેન, કોંકણા સેન શર્મા અને શહાના ગોસ્વામી અભિનય કરી રહી છે. એક રીતે જોવા જઈએ તો આ ફિલ્મને આપણે બંગાળી અભિનેત્રીઓની ફિલ્મ પણ કહી શકીએ છીએ. આ ત્રણેનો સંબંધ બંગાળ સાથે છે. ફિલ્મની બે વાર્તામાં રાઈમા સેન જોવા મળશે, જ્યારે કે એક એક વાર્તામાં કોંકણા અને શહાના જોવા મળશે. ત્રણે અભિનેત્રીઓના પરસ્પર સારા રીલેશન હોવાથી આ ફિલ્મમાં કામ કરવુ તેમને માટે એક સારો અનુભવ રહેશે. જોઈએ હવે દર્શકો આ ફિલ્મને કેવો આવકાર આપશે.